ચોથા સ્નેહ મિલનનો સંપુર્ણ ખર્ચના દાતા શ્રી કાંતીભાઈ પટેલ તથા તેમના પરિવાર હતો. બીજા સ્નેહ મિલનમાં તેમણે કમીટીની વિનંતીને માન આપી દાતા બનેલ તથા ઓન્સબોરો ખાતે ચોથુ સ્નેહ મિલન યોજવાનું નક્કી કરેલ તે પ્રમાણે 41-48 પાટીદાર સમાજનું ચોથુ સ્નેહ મિલન 15 જુલાઈ 2023 ના રોજ ઓન્સબોરો ખાતે યોજાયેલુ. ચાર મહિના પહેલા લોકોને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવેલ તથા RSVP ફોર્મ ભરી હાજર રહેવાના છો કે નહી તે જણાવવામાં આવેલ. કમીટીની સભ્યોએ વખતો વખત ઝૂમ મીટીંગ કરી સ્નેહ મિલન નું સુંદર આયોજન કેવી રીતે કરવું તેના આયોજન કરેલ હતુ. ઓન્સબોરો ખાતે આવેલ Boys & Girls Club નું બુકીંગ કરવામાં આ્વ્યુ. રસોઈ માટે એટલાન્ટા ના જયંતીભાઈ તથા તેમના ભત્રીજા દીનેશભાઈને જવાબદારી સોપવામાં આવેલી. તેઓ અન્ય સમાજના હોવા છતા આપણા સમાજ માટે ખુબજ ઓછા ભાવે રસોઈ બનાવવાની તૈયારી બતાવી. હોલમાં ખુટતી ખુરશી, ટેબલ તથા ડેકોરેશન માટે જરુરી સામાન મંગાવવાો, કાર્યકરો માટે બેઝ બનાવવા, સમાજનું બેનર બનાવવુ, સીકીયોરીટી માટે શેરીફ ડીપાર્ટમેન્ટ ને પેઈડ સર્વિસ માટે અરજી આપવી તથા વખતો વખત RSVP દ્વારા કેટલી સંખ્યા થઈ તેની કમીટીને જાણ કરવા વગેરે જવાબદારી મહેશભાઈ ને સોપવામાં આવેલ. ઓન્સબોરોના શ્રી એસ. ડી. પટેલે તથા જતીનભાઈએ દરરોજ મહેશભાઈ ને માર્ગદર્શન આપતા તથા સાથે રહી દરેક કામ પાર પાડ્યા. વખતો વખત સમાજના વડીલ શ્રી નેટ પટેલ તથા મર્ફીસબોરોથી દીનેશભાઈએ સતત સંપર્કમાં રહી માર્ગદર્શન આપતા રહેતા હતા. મહેશભાઈ પોતે દાતા પરિવારના મોટા પુત્ર હોવા છતા દાતા તરીકે નહી પણ સમાજના સ્થાપક સભ્ય તથા કમીટીના સક્રીય કાર્યકર તરીકે સમાજના દરેક સભ્યોને કમીટી દ્વારા લેવાયેલા નીર્ણયને સમાજના દરેક સભ્યો સમજી શકે તેમ માતૃભાષા ગુજરાતીમાં પોસ્ટ કરતા રહેતા હતા. સમાજના કમીટીની સભ્યો તથા સક્રીય કાર્યકરોના સતત પરીશ્રમને લીધે સમાજનો ચોથો સ્નેહ મિલન સમારંભ સફળતા પુર્વક પાર પડ્યો. સમાજની કમીટી મુખ્ય મહેમાન શ્રી ડાહ્યાભાઈ પટેલ, દાતા પરિવાર, હાજર રહેલ સમાજના સભ્યો, ભારતથી આવેલ સમાજના સભ્યો તથા કાર્યકરોનો ખુબ ખુબ આભાર માને છે. સમાજના ફોટા ટુંક સમાયમાં વેબસાઈટ પર મુકવામાં આવશે. સમાજનું આગામી સ્નેહ મિલન એટલાન્ટા, જ્યોર્જીયા ખાતે યોજવાનું નક્કી કરેલ છે.
બીજા સ્નેહ મિલનનું આયોજન એવન્સવીલ ખાતે તારીખ 13 નવેમ્બર 2021 રોજ યોજવામાં આવેલ. તે વખતે હાજર શ્રી કાંતિલાલ શીવરામદાસ પટેલ (મણીનગર-સોજા) ઓન્સબોરો, કંટકી ના પરિવારે ચતુર્થ સ્નેહ મિલન સમારંભના સંપુર્ણ ખર્ચ ના દાતા બનવાની તૈયારી બતાવી.
ચોથા સ્નેહ મિલનમાં અતિથી વિશેષ તરીકે ચડાસણા ગામનાં અને હાલ કેલીફોર્નીયા ખાતે રહેતા, 41 ગામ કડવા પાટીદાર સમાજ ના તરફથી અમેરીકામાં 1970 માં આવી સ્થાઈ થયેલ તથા મેડીકલ ને લગતા સ્પેરપાર્ટ બનાવી નામના મેળવનાર એવા શ્રી ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ (પાંચોટીયા) હાજરી આપવાના છે.
દર વખતે સમાજનું સ્નેહ મિલન દિવાળી ના દિવસોમાં યોજવામાં આવતુ હતુ પરંતુ ઘણા સભ્યોની રજુઆત પછી કમીટી એ નક્કી કર્યુ કે આ વખતે ઉનાળામાં સ્નેહ મિલન રાખવામાં આવે. ઉનાળામાં બાળકોને શાળામાં રજા હોય, દિવાળીમાં ઘણા લોકો ભારત જતા હોય છે તથા ઉનાળામાં દિવસ લાંબો હોવાથી દુરથી આવવા વાળા સભ્યોને પણ પુરતો સમય મળે. ચતુર્થ સ્નેહ મિલનનું આયોજન ઓન્સબોરો, કટકી ખાતે રાખવામાં આવ્યુ છે. કાર્યક્રમની સંપુર્ણ વિગત આમંત્રણ પત્રીકામાં છે. સ્નેહ મિલનમાં સાંકૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક માટે ફોર્મ વોટસઅપ ગ્રુપ માં પણ મુકવામાં આવેલ છે. સ્નેહ-મિલનમાં ભાગ લેવા આવનાર દરેક માટે RSVP ફોર્મ ભરવુ ફરજીયાત છે. વેબસાઈટ પર ફોર્મ ઉપલબ્ધ છે.
શ્રી શીવરામદાસ તથા કાશીબાના કુખે જન્મેલા એવા સૌથી નાના પુત્ર એવા શ્રી કાન્તીલાલ પટેલનો જન્મ મણીનગર સોજા ખાતે 12 નવેમ્બર 1945 ના રોજ થયેલો. તેમના લગ્ન પરબતપુરાના સવિતાબેન (રુખીબેન) સાથે થયા. SY Bsc નો અભ્યાસ છોડી અમદાવાદ મોટાભાઈ શ્રી મંગળદાસ શીવરામદાસ પટેલ સાથે ધંધો કરવા આવ્યા. શરુઆતમાં કરિયાણાની દુકાનથી ધંધાની શરુઆત કરી અને નસીબના ખેલ જોઓ કે અમેરીકામાં આવી કરિયાણાની દુકાનના મોટા સ્વરુપ એવા કન્વીનીયન્સ સ્ટોરના વ્યયસાયમાં મોટી સફળતા મેળવી. 1970 માં ફાઉન્ડ્રી અને એન્જીનીયરીંગનો નાનો ધંધો શરુ કર્યો. સખત મહેનત થી પટેલ ફાઉન્ડ્રી ના નામે મશીનરી સ્પેરપાર્ટ નાં ધંધામાં “પટેલની વી-બેલ્ટ પુલી” આખા ભારતમાં ખ્યાતનામ થઈ. ધીરે ધીરે એકની અનેક ફાઉન્ડ્રી કરી. તેઓ અમદાવાદ માં ફાઉન્ડ્રી અને એન્જીનીયરીંગ એશોસીયેશનમાં પોતાના અનુભવની સેવા આપીના . તેમણે વિજય કો. ઓ. બેંકમાં એમ. ડી. તથા ચેરમેન તરીકે સેવા આપેલી. 41 ગામ કડવા પાટીદાર સમાજની રચનામાં પાયાથી તન, મન અને ધનથી સેવા આપી. પોતે શરુઆતના કપરા સમય માં જ્યારે લોકો સમાજ માટે દાન આપવા અચકાતા હતા ત્યારે પોતે દાન આપ્યુ તથા લોકોને વિશ્વાસમાં લઈ સમાજ માટે યોગદાન આપવા સમજાવ્યા. જેના સ્વરુપે 41 ગામ કડવા પાટીદાર સમાજ ની રીદ્રોલ ખાતે સમાજ ભવન ઉભુ થયુ. અમદાવાદ ગાંધીનગર વચ્ચે વાડી બનાવવા માટે અમેરીકા રહીને પણ સમાજ માટે દાન આપ્યુ. પોતાના વતન મણીનગરમાં જ્યારે જ્યારે પણ કોઈ પ્રસંગ આવ્યો ત્યારે હંમેશા ગામનું રુણ ચુકવતા રહ્યા છે.
તેમના પરિવારમાં સૌથી મોટા પુત્ર મહેશભાઈ, પુત્રવધુ સંગીતાબેન (જામળા) અને પૌત્રી ધરતી અને પૌત્ર દેવલ છે. બીજા નંબરે પુત્રી તારાબેન અને જમાઈ જયેશકુમાર ખોડીદાસ પટેલ (ઈટાદરા) ભાણેજ વ્રજેશ પત્ની ઉર્મી અને ભાણી વિધી છે. ત્રીજી પુત્રી સુધા તથા ભાણીયા સુમીત અને મીત અને સૌથી નાના પુત્ર રોહીત, પુત્રવધુ આશાબેન (પરબતપુરા) અને પૌત્ર જેસલ છે. 2002 થી ગેસ-સ્ટેશન તથા લીકર સ્ટોરનાં ધંધા સાથે સંકળાયેલ છે. તેમનો સપુર્ણ પરિવાર ઓન્સબોરો, કંટકી ખાતે એકજ સબ-ડીવીઝનમાં રહે છે. પરિવાર ગેસ-સ્ટેશન, લીકર-સ્ટોર અને પ્રોપર્ટી લે-વેચ તથા કન્સટ્રકસન ના બીઝનેસ કરે છે.