સમાજના તેજસ્વી તારલા

41-48 ગામ કડવા પાટીદાર સમાજ એટલે ખેડુતો નો સમાજ. આપણા પુર્વજો મુખ્યત્વે ખેતીવાડી કરીને ઘર ચલાવતા હતા. 1960 ના કાળમાં હાથના વેઢે ગણાય તેટલા લોકોએ કોલેજ કરી સરકારી નોકરી મેળવી હશે કે પછી અભ્યાસને લગતો ધંધો કર્યો હશે.
સમાજના લોકો ગામમાંથી શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા પછી તેમના બાળકો અભ્યાસ કરવા લાગ્યા. શરુઆતના સમયમાં ફક્ત દિકરાઓને ભણાવવામાં આવતા હતા. દિકરી પરણીને સાસરે જવાની છે અને તેને ફક્ત ઘરકામ કરવાનું છે તે વિચારસરણી ને લીધે દિકરીઓને ભણાવવામાં નહોતી આવતી. પણ સમયાંતરે લોકોની માનસિકતા બદલાઈ, સમાજના આગેવાનોએ કન્યા કેળવળીની ચળવળ ઉપાડી અને દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરવા લાગી. સમય એવો આ્વ્યો કે અભ્યાસ છોડાવી ધંધે-નોકરી લગાડી વહેલા કમાતો કરવા કોલેજ કે તેથી ઓછો અભ્યાસ કરાવવામાં આવ્યો. અને બીજી બાજુ દિકરીઓ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થવા લાગી અને ફરી સમાજમાં દિકરા-દિકરીઓમાં અભ્યાસનું બેલેન્સ બગડી ગયુ.
છેલ્લા 20 વર્ષમાં નવી પેઢીના દિકરા દિકરીઓએ ઉચ્ચ અભ્યાસથી પોતાના પગ પર ઉભા થવાનું નક્કી કરી લીધુ. કુટુબનાં ધંધામાં જવુ હોય અને ધંધાને આધુનીક તકનીકથી ચલાવવો હોયતો અભ્યાસ જરુરી છે તેવી સમજણ પાક્કી થઈ ગઈ. દિકરીઓ રસોડામાંથી બહાર નીકળી સારી નોકરી કરી સ્વમાનભેર જીવવા લાગી. કુટુંબના આર્થીક રીતે ખરાબ સમયમાં નોકરીયાત દિકરીઓએ ઘરને ચલાવ્યા તેવા ઘણા દાખલા જોવા મળે છે.
સમયની માગને લઈ ભારતમાં કોલેજ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ભણવા જવા લાગ્યા. વિદેશની કોલેજમાં પણ અભ્યાસમાં દેશનો ડંકો વાગે તેવા સારા ગ્રેડથી માસ્ટર ડીગ્રી મેળવી દુનીયાની મોટી મોટી કંપનીઓમાં નોકરી કરવા લાગ્યા. ઘણા બાળકોએ ઉચ્ચ અભ્યાસ કરી તેને લગતો ધંધો કરી સારી આવક રળતા થયા.
આપણા સમાજમાં આવા ઉચ્ચ અભ્યાસ કરેલા બાળકોનું સન્માન કરવુ જોઈએ તથા તેમને જોઈ બીજા બાળકો પણ પ્રોત્સાહીત થાય તેવી ભાવનાથી ચોથા સ્નેહ મિલનમાં તેમનું સન્માન કરવાનું નક્કી કરેલુ છે. સમાજની વેબસાઈટ પર તેમના ફોટા સાથે માહિતી મુકવામાં આવી છે. આપના કુટુંબમાં પણ જો કોઈ બાળકે ઉચ્ચ અભ્યાસ કરેલ હોય તો નીચે આપેલ લીંક પર ક્લીક કરી ફોર્મ ભરશો.

https://forms.gle/J2q3SzT8LujWnkyk9

41 અને 48 ગામના અમેરીકાની ધરતી પર પ્રથમ પગ મુકનાર આપણા સમાજના બન્ને મોભીઓએ આજથી 55-60 વર્ષ પહેલા ફક્ત બેચલરની ડીગ્રી જ નહી પણ માસ્ટર ડીગ્રી મેળવેલી હતી જે આપણા સમાજ માટે ગર્વની વાત છે. આપણી આજની તથા આવતી દરેક પેઢીઓને ઉચ્ચ અભ્યાસ કરવા પ્રેરણા મળશે.

શ્રી ડાહ્યાભાઈ પટેલ

41 ગામ પાટીદાર સમાજના ચડાસણા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ પટેલે અમદાવાદની M.G. Science Collage માથી B.Sc. First Class થી પાસ કર્યુ. ત્યાર બાદ નવગુજરાત કોલેજમાંથી LLB ની ડીગ્રી મેળવી. 1970 મા મિત્રો પાસે ઉધાર પૈસા લઈ અમેરીકા આવ્યા અને બોસ્ટન ખાતે આવેલ યુનિવર્સીટી ઓફ માંચેસ્ટરમાંથી પ્લાસ્ટીક વિષય પર માસ્ટર ડીગ્રી મેળેવી હતી. પ્લાસ્ટીક નાં ધંધામાં તેઓની કંપની Fortune 100 Companies માંની અમુક કંપનીઓમાં સ્પેરપાર્ટસ સપ્લાય કરે છે. ડેની પટેલ તરીકે ઓળખાતા તેઓ 41 ગામ પાટીદાર સમાજ તરફથી અમેરીકાની ધરતી પર આવનાર તેઓ પ્રથમ હતા. તેમના વિશે વધુ જાણવા ફોટા પર લીંક પર ક્લીક કરો.

શ્રી કાન્તીભાઈ પટેલ

48 ગામ પાટીદાર સમાજના પરબતપુરા ગામના વતની શ્રી કાન્તાભાઈ પટેલે માણસા ખાતે આવેલ R.B.L.D. મા 12 ધોરણ અભ્યાસ કરી અમદાવાદ આવ્યા. તેમણે પણ M.G. Sciences Collage માંથી First Class સાથે B.Sc. પાસ કર્યુ. ત્યાર બાદ Gujarat Collage માં નોકરી કરતા કરતા M.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેઓએ અમદાવાદની Bhavan's Collage માં પ્રોફેસર તરીકે નોકરી કરી હતી. 48 ગામ પાટીદાર સમાજ તરફથી અમેરીકા આવનાર તેઓ પ્રથમ હતા. શરુઆતમાં ન્યુજર્સીમાં જોબ કરી પણ1978 માં એટલાન્ટા આવી મોટલ વ્યયસાયમાં ઝંપલાવ્યુ. આજે તેમનો સંપુર્ણ પરિવાર એટલાન્ટામાં મોટલ વ્યયસાયમાં અગ્રેસર છે. તેમના વિશે વધુ જાણવા ફોટા પર ક્લીક કરો.

Shopping Basket
error: Content is protected !!