ત્રીજુ સ્નેહમિલન

બે વર્ષમા સફળ આયોજન પછી ત્રીજા વર્ષ ના સ્નેહમિલનનુ આયોજન મરફીસબોરો, ટેનેસી ખાતે કરવાનું નક્કી કરવામાં આવેલ તે પ્રમાણે 5, નવેમ્બર, 2022, શનિવાર  ના રોજ Rockvale High School, 6545 State Highway 99, Rockvale, TN-37153 ખાતે રાખવામાં આવ્યુ હતુ. આ વખતે ઉત્તરમાં ઈન્ડીયાના, ઓહાયો અને ઈલીનોઈસ થી લઈ નીચે જ્યોર્જીયા સ્ટેટ સુધી આવતા દરેક ટાઉનમાં રહેતા સમાજના ભાઈબહેનો ને ખાસ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ. વધુમાં વધુ લોકો સમાજના મેળાવડામાં આવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ. વધુ નવા સભ્યોના ફોર્મ ભરાવવામાં આવ્યા તથા દરેક ને RSVP દ્વારા હાજર રહેવાના છો તેનો જવાબ આપવા કહેવામાં આવ્યુ. લગભગ  250 સભ્યોએ RSVP  દ્વારા જવાબ આપ્યો અને હાજર રહેનારની સંખ્યા લગભગ 650 નું અનુમાન લગાવવામાં આવ્યુ.
સંખ્યામાં વધુ લોકો આવવાના છે તેથી તૈયારીઓ પણ વધુ અને ચોકસાઈથી કરવી પડે તે સહજ હતુુ. ટેનેસી, જ્યોર્જીયા, કંટકી, અને ઈન્ડીયાના ના કમીટીનાં સભ્યોએ ચેલેન્જ ઉપાડી લીધી, ઓનલાઈન તથા રુબરુ મીટીંગો કરી બધા પ્લાનીંગ કરવામાં આવ્યા. મરફીસબોરો તથા નેસવીલમાં સમાજના સભ્યોની સંખ્યા વધુ હતી એટલે જવાબદારી વહેચવી સરળ પડી. દર વખતની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રમતોનું આયોજન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં સભ્યો આવવાની હતા તેમના માટે ભોજનનું મેનુ નક્કી કરી રસોઈઆને નક્કી કરવામાં આવ્યો. ફોટા તથા ડી.જે. માટે આપણાજ સમાજના એટલાન્ટા ખાતે રહેતા ગુરુભાઈ ના પુત્ર રોહીતભાઈ ને જવાબદારી સોપવામાં આવી. તેમણે સમાજ માટે ખુબ ઓછા દરે સેવા આપવાની તૈયારી બતાવી.
ત્રીજા સ્નેહ મિલન માટે અમુક સભ્યો આગલા દિવસે આવી ગયા હતા. તેમના માટે સમાજના કમીટી સભ્ય દિનેશભાઈએ તથા દક્ષાબહેને વ્યાજબી દરે રુમોની સગવડ કરી આપી હતી. વહેલી સવારે મહેમાનો નું આવવાનું શરુ થઈ ગયુ. બધાનું સ્વાગત કરી નોધણી કરવામાં આવી. RSVP કર્યા વગર આવેલ સભ્યોની અલગ નોંધણી કરવામાં આવી. સવારે બધાને ગરમ મેથીના ગોટા મરચા, ચટણીનો નાસ્તો કરાવવામાં આવ્યો. નાસ્તા પછી હોલમાં સાંસ્કુતિક કાર્યક્રમ તથા રમતોનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. પ્રસંગના દરેક દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યુ. પ્રસંગ માટે દોડનાર યુવાનોની ટીમનું પણ સ્વાગત કરવામાં આવ્યુ. સમાજના અમેરીકા ખાતે રહેતા વડીલોનું સન્માન કરવામાં આવ્યુ. ચતુર્થ સ્નેહમિલનના દાતા પરિવારને પણ સન્માવવામાં આવ્યા. 
બપોરે મગ-પુરી, મોહનથાળ તથા છાસ નાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી. ત્યાર બાદ ડી. જે ના તાલે ગરબા રમવામાં આવ્યા. સાંજે 5-30 વાગ્યા ભોજન પીરસવાનું શરુ કરવામાં આવ્યુ.
હવે વિદાય નો સમય આવ્યો. દરેક સભ્યોને મીઠાઈનું બોક્ષ આપવામાં આવ્યુ તથા શીકાગો ખાતે રહેતા આપણા સમાજના સભ્ય શ્રી દિનેશભાઈ પટેલ કે જે ઇન્યોરન્સનું કામ કરે છે તેમણે દરેક કુટુંબ દીઠ એક ચાંદીનો સીક્કો આપ્યો જેના માટે સમાજ તેમનો આભારી છે.
આવતા વર્ષે ઓન્સબોરો ખાતે આ વખત કરતા પણ વધુ સંખ્યામાં મળીશું તેવા સંકલ્પ સાથે બધા છુટા પડ્યા. આખા અમેરીકા માં રહેતા સમાજના વધુમાં વધુ સભ્યો આવે અપેક્ષા સાથે છુટા પડ્યા.

ત્રીજા સ્નેહમિલન સમારંભ ના દાતાઓ

This is the heading

શ્રી રમણભાઈ સોમદાસ પટેલ
(દેલવાડ)

This is the heading

શ્રી દિપકભાઈ ઈશ્વરભાઈ પટેલ
(ઓજોલ)

This is the heading

શ્રી વિનોદભાઈ સોમદાસ પટેલ
(દેલવાડ)

This is the heading

શ્રી દિનેશભાઈ ભોળાભાઈ પટેલ
(ઓજોલ)

This is the heading

શ્રી વિક્રમભાઈ સોમદાસ પટેલ
(દેલવાડ)

This is the heading

શ્રી પુનીતભાઈ નારણદાસ પટેલ

This is the heading

શ્રી અરવિંદભાઈ સોમદાસ પટેલ
(દેલવાડ)

This is the heading

શ્રી ગૌરાંગભાઈ ગોવિંદભાઈ પટેલ
(રીદ્રોલ)

This is the heading

શ્રી મુકેશભાઈ સોમદાસ પટેલ
(દેલવાડ)

This is the heading

શ્રી જીગ્નેશભાઈ રામદાસ પટેલ
(લીંબોદ્રા)

This is the heading

શ્રી દશરથભાઈ ભોળાભાઈ પટેલ
(સોખડા)

This is the heading

શ્રી અલ્પેશભાઈ અમરતભાઈ પટેલ
(લોદ્રા)

This is the heading

શ્રી અલ્પેશકુમાર કાન્તીલાલ પટેલ
(માણેકપુરા)

This is the heading

શ્રી આશીષભાઈ જીવણલાલ પટેલ
(ધોળાકુવા)

This is the heading

શ્રી મ્રુગેશકુમાર કાન્તીલાલ પટેલ
(માણેકપુરા)

This is the heading

શ્રી પ્રવિણભાઈ બેચરદાસ પટેલ
(ઉબખલ)

ત્રીજુ સ્નેહ મિલન 2022, મર્ફીસબોરોના ફોટા

Shopping Basket
error: Content is protected !!