સમાજની રચના કર્યા પછી પ્રથમ સ્નેહમિલનનું આયોજન તારીખ – 10-09-2019, શનીવાર ના રોજ St Peter of Alcantara Church, 81 Chrch St, Owensboro, Kentucky ખાતે રાખવામાં આવ્યુ. પ્રથમ મિલન હોવાને કારણે બધાની સામે અસમંજ અને ચુનોતીઓ હતી કે શું તૈયારી કરવી પડશે, ખર્ચ કેટલો થશે તથા કેવી રીતે કાડીશુ. પણ બધાનો ઉત્સાહ ખુબજ હતો. કમીટીમાંથી અમુક સભ્યો દાતા બનવા તૈયાર થઈ ગયા. વોટ્સઅપ ગ્રુપ પર બધા પાસેથી ફોર્મ ભરી મંગાવ્યા અને RSVP દ્વારા સંખ્યા નક્કી કરવામાં આવી. અમીતભાઈએ ફોટા પાડવાની જવાબદારી લીધી. હોલ શણગારવા માટે બહેનોએ તૈયારી બતાવી. જરુરી સામાન લાવવાનુ કામ એવન્સવીલના ભાઈઓએ લઈ લીધુ. બીજી બાજુ બાળકો તથા મોટાઓએ રંગારગ કાર્યક્રમમાં ભાગ લેવાની તૈયારી કરવા લાગ્યા. સ્નેહમિલનના દિવસે બધા તૈયાર થઈ આવવા લાગ્યા. પ્રથમ બધાનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ. દરેક માટે નાસ્તાની સગવડ કરવામાં આવેલી. તે પછી સાંસ્કુતિક કાર્યક્રમ રાખવામાં આવેલો તેમા બાળકોએ તથા મોટાએ અલગ અલગ ડાન્સનાં કર્યા અને દરેકને પુરસ્કાર આપવામાં આવ્યા. ત્યારબાદ દાતાઓની ઓળખ તથા સન્માન કરવામાં આવ્યુ. બધાએ સાંજનું ભોજન લીધુ. બહેનો-ભાઈઓએ ગરબા કર્યા. છેલ્લે મિલનની યાદમાં તથા દિવાળી હોવાથી મીઢાઈનું બોક્ષ આપવામાં આવ્યુ. આવતા વર્ષે ફરી મળીએ તેવા સંકલ્પ સાથે બધા છુટા પડયા. કાર્યક્રમમાં શરુથી અંત સુધી મહેનત કરતા ભાઈઓએ છેલ્લે સાફસફાઈ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો તેમાટે તેમનો આભાર વ્યક્ત કરવો ઓછો પડે. કોઈપણ કાર્યક્રમ દાતાઓ વગર ચલાવવો અશક્ય છે. સ્નેહમિલનની શરુઆત કરવા માટે જે ભાઈઓ દાતા બન્યા તે ભાગ્યશાળી છે. સમાજ હંમેશા તેમને યાદ રાખશે.
પ્રથમ સ્નેહ મિલનના દાતાશ્રીઓ
This is the heading
સમારંભના મુખ્ય દાતા શ્રી કાન્તીભાઈ મગનદાસ પટેલ હસ્તે વિજયભાઈ ( માણસા)
This is the heading
સમારંભના મુખ્ય દાતા શ્રી ગીરીશભાઈ પ્રહલાદભાઈ પટેલ (લોદરા) (Evasnville, IN)
This is the heading
દિવાળીની મીઠાઈ બોક્ષના દાતા શ્રી કનુભાઈ જગજીવનદાસ પટેલ (લોદરા)
This is the heading
હોલના ભાડાના દાતા શ્રી બળદેવભાઈ રામાભાઈ પટેલ (લોદરા)
This is the heading
ડી.જે. ના ખર્ચના દાતા શ્રી જતિનભાઈ કનુભાઈ પટેલ (લોદરા)