બીજુ સ્નેહમિલન

પ્રથમ સ્નેહમિલન ની સફળતા પછી બધા બીજા વર્ષે ફરી મળવા આતુરતાથી બીજા સ્નેહમિલનની રાહ જોતા હતા. કમનસીબે દુનીયામાં કોવીડ ની શરુઆત થઈ. શરુઆતની સમયમાં ઘણા લોકોએ પોતાના જાન ગુમાવ્યા. સરકારે દરેક પ્રકારના મેળાવડા કરવા પર પ્રતિબંધ કર્યો અને તે સંજોગોમાં આપણા સમાજના સભ્યોના હિતમાં મિલન કરવુ યોગ્ય નહતુ. આમ એક વર્ષના અંતર પછી 2021માં સ્નેહમિલન કરવાનું આયોજન કરવાનું નક્કી કર્યુ. પ્રસંગના ખર્ચ માટેના દાતા આગલા વર્ષે નક્કી થઈ ગયા હતા. આખરે 13, નવંમ્બર, 2021 ને શનિવારના રોજ Kingmen’s Event Facility, 15901 Petersburg Rd, Evansville, Indiana – 47725 ખાતે યોજવાનું નક્કી થયુ. વોટ્યઅપ ગ્રુપમાં બધાને આમંત્રણ મોકલાવવામાં આવ્યુ. નવા સભ્યો જોડાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા. દરેકને RSVP કરવા માટે વિનંતી કરવામાં આવી જેથી આવનારની સંખ્યા નક્કી થાય તથા તે પ્રમાણે રસોઈ બનાવવાની વ્યવસ્થા કરાય. આગલા પ્રસંગની જેમ બધાને રમતો રમાડવા, નાના મોટા સાંસ્કુતિક કાર્યક્રમો કરે, હોલ ને શણગારવા માટે તથા રસોઈનું મેનુ નક્કી કરવા તથા અન્ય જવાબદારી નક્કી કરવા મીટીંગો કરવામાં આવી અને તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યુ.
સ્નેહમિલન નો દિવસ આવ્યો. ઠડીનો દિવસ હતો, હોલ સંખ્યા પ્રમાણે થોડો નાનો હતો પણ છતા બધા એકબીજાને મળવા ઉત્સાહીત હતા. પ્રથમ આવનારની નોધંણી કરવામાં આવી, 9-00 વાગ્યે ફાફડા જલેબીનો તથા ચા-કોફી ની બધાએ મજા લીધી. ત્યારબાદ રમતો રમાડવામાં આવી. 12 વાગ્યે ચાઈનીજ મન્ચયુરીયન, સમોસા ચાટ અને ગુલાબજાબુ નું ભોજન લીધુ. ત્યારબાદ સાંસ્કુતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ભાગ લેનારને પ્રોત્સાહિત કરવા ઈનામ આપવામાં આવ્યા. કાર્યક્રમના ખર્ચના દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ. ચા-કોફી પછી બહેનોએ ખાસ માનીતા ગરબોની મજા માણી. સાજે 6-00 વાગ્યે રાત્રી ભોજન શરુ કરવામાં આવ્યુ. છુટા પડતી વખતે બધાને મીઠાઈના બોક્ષ આપવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમમાં મહેનત કરનાર દરેક ભાઈબહેનો નો ખુબખુબ આભાર, અમીતભાઈ એ આ વખતે પણ બધાના સુંદર ફોટા પાડ્યા તે બદલ ખુબખુબ આભાર.
ત્રીજા સ્નેહમિલન માટે મર્ફીસબોરો, ટેનેસીના ભાઈઓએ દાતા બનવા તૈયાર થયા અને મર્ફીસબોરો ખાતે સ્નેહમિલન કરવાનું નક્કી થયુ.

દ્વિતીય સ્નેહ મિલનના દાતાશ્રીઓ

This is the heading

સમારંભના મુખ્ય દાતા
શ્રી નારાયણભાઈ સોમભાઈ પટેલ
(મોતીપુરા)

This is the heading

સમારંભના મુખ્ય દાતા
શ્રી સુરેશભાઈ સોમભાઈ પટેલ
(પાટણપુરા)

This is the heading

મીઠાઈના ખર્ચના દાતા
શ્રી મનીષકુમાર જશવંતભાઈ પટેલ
(હસ્તે રાહુલભાઈ- પરબતપુરા)

This is the heading

હોલના ખર્ચના દાતા
શ્રી પરેશભાઈ જયંતિભાઈ પટેલ
(લોદ્રા)

This is the heading

ડી.જે. ના ખર્ચના દાતા
શ્રી મિતેષકુમાર પ્રવિણભાઈ પટેલ
(લોદ્રા)

This is the heading

ઈનામના ખર્ચના દાતા
મહિલા મંડળ- એવન્સવીલ
ઈન્ડીયાના

Shopping Basket
error: Content is protected !!