દુનીયામાં દરેક જીવ એક સામાજીક મંડળ બનાવીને રહે છે પછી ભલે તે જંગલમાં રહેતા પશુ-પક્ષી હોય કે ગામ શહેરમાં રહેતા માનવ. કડવા પાટીદાર કે જે મા ઉમિયાના ભક્તો છે તે ઉઝા કડવા પાટીદાર સમાજ ના નેજા હઠળ ભેગા થઈ સામાજના ઉત્થાન માટે કામો કરે છે. તો બીજી બાજુ માં ખોડલને કુળદેવી તરીકે માનનાર લેઉઆ પાટીદારો એ અલગ લેઉઆ પાટીદાર સમાજ હેઠળ એક સુત્રે બંધાઈ સમાજ ના દરેક વર્ગની પ્રગતિ માટે કામ કરતા થયા.
આજે અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, બ્રીટન, યુરોપના દેશો, આરબ દેશો, આફ્રીકન દેશોમાં પાટીદોરો ઘણી સંખ્યામાં જઈને વસ્યા છે. દરેક જગ્યાએ પાટીદારોએ નાના મોટા મંડળો બનાવ્યા છે. દરેક જગ્યાએ બધા હિન્દુ તહેવારો જેવાકે દિવાળી, નવરાત્રી, હોળી, જન્માષ્ઠમી, શિવરાત્રી મનાવે છે. ઉતરાયણ અને પીકનીક માટે પાર્કમાં ભેગા થઈ ઉત્સાહથી એકબીજા સાથે મળી આનંદથી સામાજીક જીવન જીવે છે. પાટીદારો દેશ છોડી પરદેશમાં સ્થાઈ થયા પણ પોતાની કુળદેવીને સાથે લેતા ગયા. જ્યા પણ ગયા અને પાટીદારોની સંખ્યા વધતા સમાજ માટે કઈક કરવાની ભાવના સાથે અમુક લોકોએ મંડળ બનાવી લોકોને ભેગા કરી નાનામોટા કાર્યક્રમો કરી સહકુટુંબ મળતા રહે છે.
આવી એક ભાવના સાથે રીદ્રોલ ગામના આર. એસ. પટેલે બન્ને સમાજ ના અમેરીકામાં રહેતા લોકોની માહિતી ઉઘરાવી ન્યુજર્સીમાં મંડળ બનાવ્યુ. અપરણીત લોકો માટે ફોર્મ ભરાવી સમાજના દરેક લોકોને તેમની માહીતી પહોચાડી સમાજમાં જ બાળકો પરણે તેનો પ્રયત્ન ચાલુ કર્યો. આજે પણ દર મહીને એકવાર તેઓ ઈ-મેઈલ દ્વારા દરેકને આ માહીતી પહોચાડે છે.
41-48 સમાજની રચના
મધ્ય અને દક્ષીણ પુર્વ અમેરીકા માં શીકાગો થી લઈ નીચે ફ્લોરીડા વચ્ચે આપણા બન્ને સમાજના ઘણા કુટુંબો વસવાટ કરે છે. શીકાગો તથા એટલાન્ટા મોટા શહેરો હોવાથી ત્યાં આપણા સમાજના સભ્યો મળતા રહે છે. આ બન્ને શહેરો વચ્ચે આવેલા ઈન્ડીયાના, કંટકી, ઓહાયો, ટેનેસી સ્ટેટમાં આવેલ નાના મોટા શહેરોમાં આપણા સમાજનું કોઈ મંડળ નહોતુ. સને 2019માં કટકી ખાતે સમાજના અમુક સભ્યોએ ભેગા થઈ આપણા સમાજનું મંડળ બનાવી દિવાળી નિમીત્તે ભેગા થઈએ તેવો વિચાર કર્યો. બીજા સભ્યો સમક્ષ વિચાર મુક્યો અને બધાની સહમતિ પછી એક કમિટી બનાવી કામની વહેચણી કરીય સૌ પ્રથમ કૌટુંબિક માહિતી ભેગી કરવા એક ફોર્મ બનાવ્યુ. વોટ્સઅપ પર એક ગ્રુપ બનાવી આપણા સમાજના સભ્યોને શોધી શોધી તેમા જોડયા. બધાને ફોર્મ મોકલી ભરી પરત મંગાવી વિગતથી માહીતી ભેગી કરી. તારીખ 10-09-2019 ના રોજ ઓન્સબોપો, કંટકી ખાતે સ્નેહ-મિલન કરવાનું નક્કી કર્યુ. પ્રથમ સ્નેહ મિલનના નાના પ્રયત્ને ચાલુ થયેલ આપણો 41-48 સમાજ ઉત્સાહ સભર દર વર્ષે મિલન-સમારંભ કરતો થયો. સમાજનો વ્યાપ દિવસે દિવસે મોટો થતો જાય છે અને નવા નવા સભ્યો જોડાતા જાય છે. હાલ પુરતુ ઈલીનોઈસ, ઓહાયો, ઈન્ડીયાના, કંટકી, ટેનેસી, જ્યોર્જીયા, નોર્થ અને સાઉથ કરોલીના અને ફ્રલોરીડા માં વસતા સમાજના સભ્યો પુરતા સભ્ય ફોર્મ ભરાવવા તેવુ નક્કી કરેલ છે. સમાજ દ્વારા આયોજીત દરેક સ્નેહ મિલનમાં અમેરીકામાં વસતા તથા અમેરીકાની મુલાકાતે આવેલ સમાજના દરેક સભ્યોનું પધારવા હાર્દિક આમંત્રણ છે.