કહેવાય છે કે પાટીદારો રામ પુત્ર લવ (લેવુઆ) અને કુશ (કડવા) ના વારસદારો છે. બીજી વાયકા એ છે કે પાટીદારો આર્યો છે અને સીંધુ ઘાટી પસાર કરી અમુક લોકો ગુજરાત આવી વસ્યા. બીજા પાટીદારોની જેમ આપણા બન્ને સમાજ ના પાટીદારો ખેતી તથા તેને લગતા વ્યવસાય માં જોડાયેલ હતા. વર્ષો સુધી ખેતી કરતા રહ્યા. ખેતીલાયક જમીન એટલી જ રહી પણ ઘર, ગામ અને સમાજમાં સંખ્યા વધતી ગઈ તેથી કુટુંબનું પેટ ભરવા તથા વધુ આવક રળવા માટે તે વખતના વડીલો અમદાવાદ ના અસારવા વિસ્તારમાં આવેલ ખોડીદાસની ચાલી, પટેલ સોસાયટી, પતરાવાળી ચાલી, પ્રભુનગર, ઉત્તર ગુજરાત સોસાયટી માં નાની રુમોમાં વસવાટ કર્યો અને આવક માટે શહેરમાં આવેલી અલગ અલગ કાપડની મીલોમાં નોકરી માં જોડાયા. કુટુબના અન્ય સભ્યોને શહેરમાં બોલાવી વિસીએ રાખી તેમને પણ નોકરીએ લગાડ્યા. ધીરે ધીરે શહેરમાં કીરાણાની દુકાન, દુધની ડેરી, ફાઉન્ડ્રી, પાવરલુમ્સ, લેથ મશીનીંગ અને મશીનરી સ્પેર-પાર્ટ, સબમર્શીબલ, લોખડ અને હાડવેર માર્કેટ, કેમીકલ્સ, અને બાંધકામના વ્યવસાય માં જોડાયા. અથાક પરિશ્રમ અને બુધ્ધીના બળે આર્થીક રીતે સમાજ સધ્ધર થયો ગયો.
સમાજમાં લોકો ઉચ્ચ અભ્યાસ કરતા થયા અને સરકારી તથા પ્રાઈવટ કંપનીઓ માં નોકરીએ જોડાયા. અમુક લોકોએ આવક અર્થે ગુજરાત બહાર મહારાષ્ટ, મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં સ્થળાતંર કર્યુ. સૌ પ્રથમ 48 ગામ સમાજના પરબતપુરા ગામના શ્રી કાન્તીભાઈ બહેચરદાસ પટેલ આર્થીક રીતે મજબુત થવા ભારત દેશ છોડી અમેરીકા ના એટલાન્ટા શહેરમાં વસવાટ કર્યો તો બીજી બાજુ 41 ગામ સમાજના ચડાસણા ગામના શ્રી ડાહ્યાભાઈ પટેલ અમેરીકા આવ્યા. આજે આપણા સમાજના દરેક ગામના લોકો સમયાંતરે અમેરીકા આવતા ગયા અને 50 રાજ્યોના નાના-મોટા ગામોમાં સ્થાઈ થયા. ગેસ સ્ટેશન, મોટલ, લીકર-સ્ટોર, ડકી ડોનેટ, સબવે જેવા ધંધામાં હાથ અજમાવ્યો અને ધીરે ધીરે એક ના અનેક ધંધા કર્યા અને આર્થીક રીતે મજબુત થયા. શ્રી ડાહ્યાભાઈ જેવા વડીલોના પગલે અમુક લોકો પરંપરાગત ધંધા છોડી મશીનરી સ્પેરપાર્ટ અને બાંધકામના અને શ્રી રસીકભાઈ પુંધરાવાળા જેવાએ પાટીદારોનાં ખાનદાની એવા ખેતીવાડી નો વ્યયસાય ચાલુ રાખ્યો. નવી પેઢીનાં યુવાનો જેમનો જન્મ અહી થયો છે તે તથા ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે અહી આવેલા તે ભણીને ડોક્ટર, વકીલ, સોફ્ટવેર એન્જીનીયર, ઇલેકટ્રીક, સિવીલ અને ઇલેક્ટ્રોનીક એન્જીનીયર થઈ મોટી કપનીઓમાં નોકરી લાગ્યા કે પછી પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કર્યો