41-48 ગામ કડવા પાટીદાર સમાજનું આગામી પાંચમું સ્નેહ મિલન એટલાન્ટા, જ્યોર્જીયા ખાતે યોજવાનું નક્કી કરેલ છે. તારીખ તથા સ્થળ નક્કી થયે સમાજના સભ્યોને વોટ્સઅપ પર જાણ કરવામાં આવશે જેથી સભ્યો તે દિવસોમાં તેમના અન્ય સામાજીક પ્રસંગો રાખે નહી. દાતાઓની યાદી નક્કી થતા તે પણ બધાને જણાવવામાં આવશે. દરેક સભ્યોને ખાસ વિનંતી કે વધુમાં વધુ સભ્યો સમાજ સાથે જોડાય તેવો પ્રયત્ન કરશો તથા સમાજના દરેક કાર્યક્રમોમાં હાજરી આપે. આપસૌ માટે યોજવામાં આવતા સ્નેહ મિલનમાં હાજરી આપી સમાજનં ગૌરવ વધારશો તથા દાતાઓ તથા કાર્યકર્તાઓને ઉત્સાહ મળશો.