શ્રી કાન્તીભાઈ બહેચરદાસ પટેલ (વનાવત-પરબતપુરા) વિશે
શ્રી બહેચરદાસ મોહનદાસ પટેલ (વનાનત- પરબતપુરા) ના ઘરે આપણા સમાજના શ્રેષ્ઠી એવા શ્રી કાન્તીભાઈ નો જન્મ તારીખ 05/17/1937 ના રોજ થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. તેઓના લગ્ન 1952માં માણસાના શ્રી બાપુદાસ પુંજીરામ ના દિકરી શકરીબેન સાથે થયા. તેઓએ પ્રાથમિક શિક્ષણ પરબતપુરા પ્રાથમિક શાળામાં મેળવ્યુ. હાઇસ્કૂલનો અભ્યાસ તેમણે આપણા વિસ્તારના જુની અને જાણીતી R.B.L.D. HIGH SCHOOL, MANSA પુરો કર્યો. ભણવામાં હોશીયાર એવા શ્રી કાન્તીભાઈએ અમદાવાદની M.G.SCIENCE COLLAGE માંથી B.Sc ની ડીગ્રીમાં FIRST CLASS મેળવ્યો. કોલેજની ડીગ્રી મેળવ્યા પછી GUJARAT SCIENCE COLLAGE માં નોકરી શરુ કરી અને સાથે સાથે M.Sc ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે અમદાવાદની BAVAN’S COLLAGE માં પ્રોફેસર તરીકે સેવા આપી.
48 ગામ કડવા પાટીદાર સમાજ તરફથી શ્રી કાન્તીભાઈએ 1971માં અમેરીકાની ધરતી પર પ્રથમ ડગલુ પાડ્યુ. શરુઆતમાં ન્યુજર્સીમાં HOBOKEN માં જોબ કરી અને 1976માં ન્યુયોર્કમાં તેમના જીવનના પ્રથમ ધંધા એટલેકે સ્ટોરની શરુઆત કરી.
1978માં તેઓએ ન્યુયોર્ક છોડી જ્યોર્જીયાના એટલાન્ટા શહેરમાં સ્થળાંતર કર્યુ. અહી તેમણે મોટલ ના વ્યયસાયમાં ઝંપલાવ્યુ. શ્રી કાન્તીભાઈએ સીટીઝનસીપ મેળવીને તેમના ભાઈ-બહેનોની ફાઈલ કરી અમેરીકા બોલાવ્યા. હાલમાં એટલાન્ટામાં શ્રી કાન્તીભાઈ બહેચરદાસ મોહનદાસ પટેલ (વનાનત) પરિવારના લગભગ 200 સભ્યોનો વિશાળ પરિવાર રહે છે. બીજી તરફ શકરીબેનની ફાઈલ પર તેમના ભાઈઓ તથા બહેનો પણ અમેરીકા આવ્યા. મોટાભાગના દરેક લોકો મોટલ વ્યયસાય સાથે જોડાયેલો છે. કહેવાય છે કે ઉત્તર ગુજરાતના કોઈપણ વ્યકિતને અમેરીકામાં પરબતપુરા ગામનું નામ પુછો તો તે તરત કહેશે એટલાન્ટા એ મીની પરબતપુરા ગામ છે. અમેરીકામાં શ્રી કાન્તીભાઈની એક ફાઈલ પાછળ લગભગ 400 થી વધુ લોકો અમેરીકા આવીને વસ્યા છે. અને તેમના આશીર્વાદ થી દરેક લોકો અલગ અલગ વ્યયસાયમાં જોડાઈ સુખી થયા છે.
શ્રી કાન્તીભાઈએ પોતે તથા તેમનો સમગ્ર પરિવાર અથાક મહેનતથી પૈસેટકે સુખી થયો પણ સમાજ માટે તેમના કર્તવ્યને ભુલ્યા નથી. ગામ તથા સમાજ માટે વખતો વખતે દાન કરી સમાજ પ્રત્યે રુણ ચુકવતા રહ્યા છે. તેમના વતન પરબતપુરા ગામમાં બી.એમ. પટેલ સાર્વજનીક શાળાના મુખ્ય દાતા બની ગામના બાળકોને સારો અભ્યાસ મળે તેવી વ્યવસ્થા કરી. ભગવાનનો પરિવારને સુખી કરવા બદલ આભાર માનવા પરિવાર રામજી મંદિરમાં મુખ્ય દાતા બન્યા તથા 48 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં કુળદેવી મા શ્રીઉમીયાના મંદિરના મુખ્ય દાતા બન્યા. સમાજની વાડીમાં બાળકોને આધુનીક જમાનાની જરુરીયા પ્રમાણે અંગ્રેજી શીક્ષણ મળે તે માટે અંગ્રેજી શાળા બનાવવા મુખ્ય દાતા બન્યા. પરદેશમાં સ્થાઈ થયા પછી એટલાન્ટા શક્તિ મંદીરની સ્થાપના થઈ તેમાં હનુમાનજી ની મુર્તિના દાતા આ પરિવાર બન્યો. તેમના પરિવારના શ્રી નેટ પટેલ આજે પણ મેકનમા આપણા કુળદેવી શ્રી ઉમીયીમાતાના મંદિરના ટ્રસ્ટી બની સામાજીક સેવા કરતા રહ્યા છે.
આપણા સમાજના આવા એક ખેડુતપુત્ર તરીકે જન્મ લઈ ઉચ્ચ અભ્યાસ કરી અને મોટલ વ્યયસાયમાં મોટુ નામ કર્યુ, તેમના પરિવારમાં બે પુત્ર તથા એક પુત્રી છે અને 10 પૌત્ર-પૌત્રી છે. આપણા સમાજના મોભી અન્ય પરિવારોનો હાથ પકડી ઉપર લાવ્યા અને 6 જાન્યુઆરી 2017 નાં રોજ અનંતની સફરે આપણને છોડી ચાલ્યા ગયા, તેમના આશીર્વાદ હર હંમેશ આપણા સમાજના દરેક સભ્યો પર વરસતા રહેશે.