41-48 કડવા પાટીદાર સમાજ, અમેરીકા વેબસાઈટ
જય માં ઉમીયા
41-48 કડવા પાટીદાર સમાજ ના અમેરીકા ખાતે રહેતા સભ્યો દ્વારા એક સમાજની રચના કરવામાં આવી છે. આ સમાજ દ્રારા અત્યાર સુધી ત્રણ સ્નેહ-મિલનના સફળ આયોજન કરવામાં આવ્યા છે. સમાજના સભ્યોની માગણીને ધ્યાનમાં રાખીને આ વેબસાઈટ બનાવવામાં આવી છે. અહી સમાજ દ્વારા થયેલ કાર્યક્રમોની વિગતે ફોટા સાથે માહિતી મુકવામાં આવી છે તથા આવનાર તમામ કાર્યક્રમોની જાણ કરવામાં આવશે. આ વેબસાઈટ પર સભ્ય ફોર્મ તથા સંપર્ક ફોર્મ મુકેલ છે તથા આગામી સ્નેહ મિલન માટે RSVP ફોર્મ મુકવામાં આવેલ છે. સમાજના દરેક ગામોના પ્રતિનીધી બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે જેની વિગત ટુંક સમયમાં મુકવામાં આવશે.
આ વેબસાઈટના અન્ય પેજ જોવા ઉપર દેખાતી ત્રણ લાઈન પર ક્લીક કરો.
હાલ પુરતુ આ સમાજનો વિસ્તાર ઈલીનોઈસ, ઓહાયો, ઈન્ડીયાના, કંટકી, ટેનેસી, નોર્થ અને સાઉથ કોરેલીના, જ્યોર્જીયા અને ફ્લોરીડા રાજ્યો પુરતો રાખવામાં આવ્યો છે. સમાજ દ્વારા થનાર કાર્યક્રમમાં અમેરીકા ખાતે રહેતા તથા ભારતથી કે અન્ય દેશમાંથી ફરવા આવનાર સમાજના દરેક સભ્યોને ખુલ્લુ આમંત્રણ છે. આપણા બે એટલે કે 41 અને 48 ગામ સમાજ સિવાયના અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિને કાર્યક્રમમાં આમંત્રણ નથી પછી ભલે તે આપના મહેમાન હોય કે ધંધામાં ભાગીદાર કે આપને ત્યા કામ કરતા વ્યકતિ. અન્ય સમાજમાં પરણાવામાં આવેલ બહેન-દિકરીઓ તેમના પતિ, બાળકો અને જો સાસુ-સસરા તેમની સાથે રહેતા હોય તો તે આપણા કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.
સમાજને મજબુત બનાવવા માટે આપના માર્ગદર્શન આવકાર્ય છે. આપનામાં કોઈ વિશેષ કાર્યક્ષમતા હોય અને આપ સમાજ માટે ઉપયોગી થવા માગતા હોવ તો ચોક્કસથી જણાવશો. સમાજની કમીટી આપની વિનંતી પર વિચાર કરશે.
આ બ્લોગ પેજ પર અવાર નવાર આપને માટે જરુરી માહિતી અને સમાચારો મુકવામાં આવશે. દુનીયામાં રહેતા આપણા સમાજના સભ્યોને આ વેબસાઈટ ની માહિતી પહોચાડશો જેથી તે લોકો પણ આપણા સમાજના દરેક કાર્યક્રમોથી અવગત રહે.
આભાર.