આપણા સમાજના પુંધરા ગામના અમે હાલ શિકાગો ખાતે રહેતા દિનેશભાઈ પટેલે ત્રીજા સ્નેહ મિલનમાં સમાજના દરેક કુટુંબને ચાંદીનો સીક્કો ભેટ આપેલો. ચોથા સ્નેહ મિલનમાં પણ તેઓ દરેક કુટુંબને એક ચાંદીનો સીક્કો ભેટ આપવાના છે. સમાજ તેમનો ખુબ આદર પૂર્વક આભાર માને છે. દિનેશભાઈ છેલ્લા 10 વર્ષથી ન્યુયોર્ક ઈન્સ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ અમેરીકાના દરેક રાજ્યમાં સેવા આપે છે. સમાજના ઘણા સભ્યો તેમની સેવાનો લાભ લે છે. આપમાંથી જે કોઈને ઈન્સ્યોરન્સ લેવાનો હોય તો ચોક્કસથી તેમની સેવા લેવા સંપર્ક કરી શકે છે.
The New York Insurance Company 475 North Martingale Road Suit 1250. Schaumburh IL 60173-2405 Call – 224-789-9365 dpatel05@ft.newyorklife.com
41 ગામ કડવા પાટીદાર સમાજ ના અમેરિકાની ધરતી પર પ્રથમ પગલુ પાડી સ્થાઈ થનાર એવા શ્રી હાહ્યાભાઈ પટેલ નો જન્મ 31 માર્ચ – 1944 ના રોજ ચડાસણા ખાતે શ્રી રેવાભાઈ અને શ્રીમતિ નાથીબા (પાચોટીયા પરિવાર) ના ઘરે થયો હતો. 5 ભાઈ અને 4 બહેનો ના બહોળા પરિવારમાં રહી ચડાસણા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. હાયર-સેકન્ડરી અમદાવાદની નૂતન ફેલોશીપ કરી M.G. SCIENCE COLLAGE, AHMEDABAD માં તેમણે B.Sc First class સાથે પાસ કર્યુ. શરુમાં અમદાવાદની રાયપુર ટેક્ષટાઈલમાં બ્લીચીંગ વિભાગમાં કામ કર્યુ અને સાથે પાર્ટ ટાઈમ નવગુજરાત કોલેજમાંથી LLB કર્યુ. 1970 માં સહપાઠી અને મિત્ર વિક્રમભાઈ દોશીની સલાહથી લોકો પાસે થી 40000 રુપિયા ઉધાર લઈ અમેરિકા આવ્યા. બોસ્ટન ખાતે આવેલ યુનિવર્સીટી ઓફ માન્ચેસ્ટ નોવેલમાં પ્લાસ્ટીક વિષય સાથે માસ્ટર ઓફ સાયંસ કર્યુ. અભ્યાસ બાદ શીકાગો ખાતે એલેટ લેબોરેટરીમાં 1 વર્ષ કામ કર્યુ. 4 વર્ષ ઇન્ટરનેશનલ ટેલીફોન અને ટેલીગ્રામ કંપનીમાં કામ કર્યુ. મંદીના કારણે નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા. તેમના પત્ની શ્રીમતિ હીરાબાની સલાહથી નાનો એવો પોતોનો ધંધો શરુ કરવાનું નક્કી કર્યુ અને સને 1983માં પ્લાસ્ટીગ મોલ્ડીંગ કંપનીની શરુઆત કરી. તેમા તેમણે ઇન્ઝેકશન બનાવી મોટી કંપનીઓમાં સપ્લાય કરવાનું ચાલુ કર્યુ. ધીમે ધીમે લેટેસ્ટ ટેકનોલોઝીનો ઉપયોગ કરી મેડીકલ ક્ષેત્રમાં વપરાતા આધુનીક સ્પેરપાર્ટ બનાવી ફોર્ચયુન 40 કંપનીમાં સપ્લાય કરવા લાગ્યા. અમેરિકન ગોરોઓ સાથે કામ કરતા તેઓ “ડેની પટેલ” થી ઓળખાવવા લાગ્યા. હાલમાં તેમના પુત્ર કૌશીકભાઈ તેમની કંપનીનું પ્રોડક્શન વિભાગ સંભાળે છે તો પુત્રવધુ માર્કેટીંગ વિભાગ અને પુત્રી રેખાબેન એક્ષપોર્ટ વિભાગ સંભાળે છે. શ્રી ડાહ્યાભાઈ પટેલ અમેરિકા આવી પ્રગતિ કરી પણ પોતાના વતનને નહોતા ભુલ્યા. સને 1993 માં ચડાસણા ગામમાં એક વિશાળ “નાથીબા સરોવર” નામના તળાવને આકાર આપ્યો અને 2022 માં તેમા નર્મદાના નીર લાવ્યા. જે ગામજનો માટે પીવા તથા ખેતીવાડીમાં ઉપયોગી થવા લાગ્યુ. આ સિવાય ગામમાં માતાશ્રી નાથીબા ના નામે આરોગ્ય સંસ્થા તથા બાળકોના અભ્યાસ માટે “નાથીબા વિદ્યાલય” ની સ્થાપના કરી, આમ ખુબ ભણવામાં હોશીયાર, મહેનતુ, અને ગામ અને સમાજ માટે જરુર સમયે દાન આપવા તત્પર એવા શ્રી ડાહ્યાભાઈ રેવાભાઈ પટેલ આપણા 41-48 કડવા પાટીદાર સમાજ ના ઓન્સબોરો ખાતે યોજાનાર ચોથા સ્નેહ મિલનમાં અતિથી વિશેષ બની આપણા પ્રસંગની શોભા વધારવાના છે. સમાજ તેમણે આપણા આમંત્રણનો સ્વીકાર કરી હાજરી આપવાની સંમંતી આપી તે બદલ ખુબ ખુબ આભારી છે.
41-48 ગામ કડવા પાટીદાર સમાજ પશ્ચીમ અમેરિકા મા રહેતા સભ્યો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આપ સૌને તેમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. કાર્યક્રમની સંપુર્ણ વિગત નીચે આમંત્રણ પત્રિકામાં છે. જે લોકોને સ્નેહ મિલનમાં હાજરી આપવી હોય તેમણેે RSVP કરવું જરુરી છે. જેની લીંક નીચે આપવામાં આવી છે.